PM મોદીએ ટીમ ઈન્ડિયા આપી શુભેચ્છા
ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસમાં રમાયેલી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો આ રીતે 17 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા આ ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન બની છે. તેથી, 2007માં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ચેમ્પિયન બન્યા બાદ મુંબઈમાં જે પરેડ યોજાઈ હતી, તે આ વખતે પણ એવી જ હશે.T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમ બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી. ખરાબ હવામાનને કારણે, BCCIએ ભારતીય ખેલાડીઓની વાપસી માટે એક વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી, જેમાં ભારતીય ખેલાડીઓ સિવાય, તેમના સપોર્ટ સ્ટાફ અને મીડિયા પર્સન પણ સવાર હતા. આજે દિલ્લીમાં પીએમ મોદીએ વિશ્વ વિજેતા ટીમને શુભકામના પાઠવી અને જીત બદલ ખેલાડીને બિરદાવ્યાં.
T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમ બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી. ખરાબ હવામાનને કારણે, BCCIએ ભારતીય ખેલાડીઓની વાપસી માટે એક વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી, જેમાં ભારતીય ખેલાડીઓ સિવાય, તેમના સપોર્ટ સ્ટાફ અને મીડિયા પર્સન પણ સવાર હતા. આજે દિલ્લીમાં પીએમ મોદીએ વિશ્વ વિજેતા ટીમને શુભકામના પાઠવી અને જીત બદલ ખેલાડીને બિરદાવ્યાં.
વડાપ્રધાન મોદીને મળ્યા બાદ ટીમ ઈન્ડિયા મુંબઈ જવા રવાના થશે. આ કાર્યક્રમનું આયોજન અહીં વાનખેડે સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. ચાહકો માટે સારા સમાચાર એ છે કેવાનખેડે સ્ટેડિયમમાં એન્ટ્રી ફ્રી હશે. પરંતુ જે પહેલા પહોંચશે તેને જ સ્થાન મળશે. એકવાર બધી સીટો ભરાઈ જાય પછી દરવાજા બંધ થઈ જશે.
ઉલ્લેખનિય છે કે, ઈન્ડિયાએ બાર્બાડોસમાં રમાયેલી ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો આ રીતે 17 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા આ ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન બની છે. તેથી, 2007માં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ચેમ્પિયન બન્યા બાદ મુંબઈમાં જે પરેડ યોજાઈ હતી, તે આ વખતે પણ એવી જ હશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ T20 વર્લ્ડ કપ પર પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે આ અમારા માટે ખુશીની વાત છે. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવો એક મોટી ઉપલબ્ધિ છે.
શિવસેના નેતા પ્રતાપ સરનાઈકનું નિવેદન
શિવસેના નેતા પ્રતાપ સરનાઈકે મોટી માહિતી આપી. તેણે કહ્યું, “મુંબઈમાં આજની ઇવેન્ટનું આયોજન BCCI દ્વારા કરવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયાના મુંબઈના ખેલાડીઓ સહિત કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલ આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં સીએમ એકનાથ શિંદેને મળવા આવશે. MCA I ના સભ્ય હોવાના કારણે. ખેલાડીઓને આમંત્રણ આપ્યું હતું અને તેઓએ મારું આમંત્રણ સ્વીકાર્યું છે.”