SME IPO માં અરજી કરતાં પહેલા જાણો NSE ના નવા નિયમ
SME IPOના ઇશ્યૂ પ્રાઇસથી ખૂબ જ ઊંચા ભાવે લિસ્ટિંગે રેગ્યુલેટર અને એક્સચેન્જોની ચિંતા વધારી હતી. જેના પછી નેશનલ સ્ટોક એક્સચેન્જે આ નિર્ણય લીધો છે.SME IPOના ઇશ્યૂ પ્રાઇસથી ખૂબ જ ઊંચા ભાવે લિસ્ટિંગે રેગ્યુલેટર અને એક્સચેન્જોની ચિંતા વધારી હતી. જેના પછી નેશનલ સ્ટોક એક્સચેન્જે આ નિર્ણય લીધો છે.નેશનલ સ્ટોક એક્સચેન્જે (National Stock Exchange) પરિપત્ર જારી કરીને આ જાહેરાત કરી છે. એક્સચેન્જનો આ નિર્ણય 4 જુલાઈ 2024થી જ લાગુ થઈ ગયો છે. જોકે નેશનલ સ્ટોક એક્સચેન્જનો આ આદેશ માત્ર SME IPO પર જ લાગુ પડશે. મેઇનબોર્ડ IPO (Mainboard IPO) પર આ આદેશ લાગુ નહીં પડે.
નેશનલ સ્ટોક એક્સચેન્જના પ્રાઇમરી માર્કેટ્સ સાથે સંકળાયેલા વિભાગે પરિપત્ર જારી કરતાં કહ્યું છે કે નેશનલ સ્ટોક એક્સચેન્જના SME ઇમર્જ પ્લેટફોર્મ પર સ્પેશિયલ પ્રી ઓપન સેશનમાં SME IPOની લિસ્ટિંગ પર પ્રાઇસ ડિસ્કવરી દરમિયાન IPO પ્રાઇસથી 90 ટકા ઉપરની મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. એટલે કે ઇશ્યૂ પ્રાઇસથી 90 ટકાથી વધુના ભાવે SME IPOની લિસ્ટિંગ નહીં થઈ શકે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો આ આદેશ 4 જુલાઈ 2024થી માન્ય રહેશે.તાજેતરના મહિનાઓમાં ઘણા SME IPOની લિસ્ટિંગ ઇશ્યૂ પ્રાઇસથી બે થી ત્રણ ગણા ઊંચા ભાવે જોવા મળી છે. લિસ્ટિંગ પર SME IPO તેના રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપી રહ્યા હતા જેને લઈને રેગ્યુલેટરની ચિંતા વધી હતી. આ જ ચિંતાઓને ધ્યાનમાં રાખીને નેશનલ સ્ટોક એક્સચેન્જે SME IPOની અવાસ્તવિક કિંમતે થઈ રહેલી લિસ્ટિંગ પર અંકુશ લગાવવાનો નિર્ણય કર્યો છે.
આ અઠવાડિયે જ સોમવારે NSE ઇમર્જ પ્લેટફોર્મ પર શિવાલિક પાવરની લિસ્ટિંગ ઇશ્યૂ પ્રાઇસથી 211 ટકા ઉપરના ભાવે થઈ છે. 2024માં આવેલા કુલ SME IPOમાંથી 40 ટકા IPOએ છ મહિનામાં જ બમણાથી વધુ રિટર્ન આપ્યું છે. કેટલાક IPOએ તો મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. SME IPO શાનદાર રિટર્ન લિસ્ટિંગ પર આપી રહ્યા છે તો રિટેલ રોકાણકારો પણ મોટા પ્રમાણમાં SME IPOમાં પૈસા રોકી રહ્યા છે.ઉદાહરણ તરીકે વ્રજ આયર્ન એન્ડ સ્ટીલનું IPO 119 ગણું, તો ડિવાઇન પાવર એનર્જીનું IPO 368 ગણું અને મેડિકામેન ઓર્ગેનિક્સનું IPO 917 ગણું સબસ્ક્રાઇબ થયું છે. મેઇનબોર્ડ IPO લોન્ચ કરવા માટે સેબીની મંજૂરી લેવી પડે છે જ્યારે SME IPO માટે સ્ટોક એક્સચેન્જની પરવાનગી લેવી પડે છે.