રાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સેનાના કાફલા પર આતંકી હુમલો 

 મોદેરગામ અને ચિન્નગમ ગામમાં શરુ થયેલી અથડામણમાં એલીટ પેરા યૂનિટના લાંસ નાયક પ્રદીપ કુtranslate જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આતંકીઓએ ભારતીય સેનાના કાફલા પર હુમલો કરી દીધો. હુમાલખોરોએ ફાયરિંગ બાદ જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી. આ ઘટના જિલ્લાના મચેડી વિસ્તારમાં થઈ હતી. આ ક્ષેત્ર ઈન્ડિયન આર્મીના 9 કોર અંતર્ગત આવે છે. માર અને રાષ્ટ્રીય રાયફલ્સ બટાલિયનના સિપાહી પ્રવીણ જંજાલ પ્રભાકર પણ શહીદ થઈ ગયા.

 કુલગામ જિલ્લામાં શનિવારે થયેલી બે અથડામણોમાં વધુ 2 આતંકવાદીઓ માર્યા ગયા, જેનાથી મરનારની સંખ્યા 8 થઈ ગઈ. મોદેરગામ અને ચિન્નગમ ગામમાં શરુ થયેલી અથડામણમાં એલીટ પેરા યૂનિટના લાંસ નાયક પ્રદીપ કુમાર અને રાષ્ટ્રીય રાયફલ્સ બટાલિયનના સિપાહી પ્રવીણ જંજાલ પ્રભાકર પણ શહીદ થઈ ગયા. જમ્મુ કાશ્મીરના પોલીસ અધિકારીએ કહ્યું કે, આતંકવાદીઓ ઠાર થાય તે સિક્યોરિટી ફોર્સ માટે એક માઈલ સ્ટોન સમાન છે, કેમકે તેનાથી સુરક્ષા વાતાવરણ મજબૂત થશે. આ સફળ ઓપરેશન સુરક્ષાને મજબૂત કરવા માટે ઘણું જ સાર્થક છે. આ ઓપરેશન એવો સંદેશ પણ આપે છે કે લોકો આતંકવાદના કારણે વધુ લોહિયાળ સંઘર્ષ નથી ઈચ્છતા.

થોડા દિવસ પહેલા કઠુઆ જિલ્લામાં ઈન્ટરનેશનલ સરહદ જિલ્લામાં ઈન્ટરનેશનલ સરહદની પાસે ગામની એક વ્યક્તિએ પોતાના ખેતર નીચે સરહદ પાર ટનલ હોવાની આશંકા વ્યક્ત કરી, જે બાદ સિક્યોરિટીફોર્સ તપાસ અભિયાન ચલવ્યું. અધિકારીઓએ જણાવ્યું કે, સરહદ સુરક્ષા દળના જવાના સ્થાનિક પોલીસની સાથે મળીને ખોદકામ કરી રહ્યા છે કે જેથી તે જાણી શકાય કે ત્યાં ટનલ છે કે નહીં. હીરાનગર બેલ્ટના થાંગલી ગામના ખેડૂતોએ જોયું કે તેના ખેતરમાં આવતું પાણી એક નાની ખીણમાં જઈ રહ્યું છે. તેને લાગ્યું કે આ સરહદ પારની ટનલ હોઈ શકે છે. ગ્રામીણોએ જણાવ્યું કે, તેણે પોલીસ અને BSFને તે અંગેની જાણકારી આપી દીધી, જે બાદ પોલીસ બુલડોઝર લઈને ઘટના સ્થળે પહોંચી અને વ્યાપક ખોદકામ કર્યું પરંતુ તેમણે કંઈ જ ન મળ્યું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x