રાષ્ટ્રીય

વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ સામે FIR નોંધવામા આવી 

 બેંગલુરુમાં વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ સામે fir નોંધવામાં આવી છે. dcp સેન્ટ્રલે સમગ્ર મામલાની જાણકારી આપી કે વિરાટની રેસ્ટોરન્ટ સામે fir કેમ નોંધવામાં આવી છે. વિરાટ કોહલી હાલમાં લંડનમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. બેંગલુરુમાં વિરાટ કોહલીની રેસ્ટોરન્ટ સામે FIR નોંધવામાં આવી છે. કોહલીની ‘One8 Commune’ના નામે ઘણી રેસ્ટોરાં છે. કોહલીની રેસ્ટોરાંની ઘણી શાખાઓ ભારતના અનેક શહેરોમાં અને વિદેશોમાં પણ ખુલી છે. કોહલીની જે રેસ્ટોરન્ટ પર આ એફઆઈઆર નોંધવામાં આવી છે તે બેંગલુરુના એમજી રોડ પર આવેલી છે.

 કેસની માહિતી આપતા dcp સેન્ટ્રલએ જણાવ્યું કે, બેંગલુરુના એમજી રોડ પર વિરાટ કોહલીની માલિકીની વન8 કોમ્યુન સામે fir નોંધવામાં આવી છે. અમે ગઈકાલે રાત્રે 1:30 વાગ્યા સુધી મોડી ખોલવા માટે લગભગ 3-4 પબ પર રેડ કરી હતી. અમને મોટા અવાજે સંગીત વગાડવામાં આવતું હોવાની ફરિયાદો મળી છે. પબને માત્ર 1 વાગ્યા સુધી જ ખુલ્લું રાખવાની મંજૂરી છે, તે પછી નહીં. હાલ મામલાની તપાસ ચાલી રહી છે ત્યાર બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 કોહલીની ‘One8 Commune’ રેસ્ટોરન્ટની શાખાઓ દિલ્હી, મુંબઈ, પુણે અને કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં છે. કોહલીની બેંગલુરુમાં જે રેસ્ટોરન્ટ પર આ FIR નોંધવામાં આવી છે તે ગયા વર્ષે ડિસેમ્બરમાં ખોલવામાં આવી હતી. આ પહેલા પણ કોહલીની રેસ્ટોરન્ટ વિવાદોમાં ઘેરાયેલી રહી છે. તાજેતરમાં એક વ્યક્તિએ તમિલનાડુમાં કોહલીની રેસ્ટોરન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં વ્યક્તિને તેના કપડા સાથે રેસ્ટોરન્ટની અંદર જવા દેવામાં આવ્યો ન હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x