રાષ્ટ્રીય

ખેડૂતોને મળશે મોટો લાભ, ખેડૂતો માટે શરૂ થઈ પેન્શન યોજના.

ન્યુ દિલ્હી :

ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના કોમન સર્વિસ સેંટર (સીએસસી)એ પ્રધાનમંત્રી કિસાન માનધાન યોજના અંતર્ગત દેશભરમાં 3 કરોડ નાના અને સીમાંત ખેડૂતોની નોંધણીનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. નોંધણીનું કામ શરૂ થઈ ચૂક્યું છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા 9 ઓગસ્ટના રોજ તેનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.

ડો.ત્યાગીએ જણાવ્યું હતું કે કમ્પ્યુટર આધારિત રજીસ્ટ્રેશન ખૂબ જ સરળ છે. ખેડુતોએ ફક્ત આધારકાર્ડ અને બેંક ખાતાની વિગતો લાવવાની રહેશે. આ સાથે તેના ખેડૂત પેન્શન યુનિક નંબર સાથે પેન્શન કાર્ડ બનાવવામાં આવશે. આ યોજના જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પણ લાગુ થશે.

પ્રધાનમંત્રી કિસાન માનધાન યોજના એ પેન્શન યોજના છે. તેમાં 18-40 વર્ષના કોઈપણ ખેડૂતનો સમાવેશ થાય છે. તેણે તેની પેન્શનની રકમ પ્રમાણે મહિનામાં 55 થી 200 રૂપિયા ફાળો આપવો પડશે. તેમણે જે ફાળો આપ્યો છે તે રકમ પણ સરકાર દ્વારા તેમના ખાતામાં જમા કરવામાં આવશે. જેની સાથે તેની પેન્શનની રકમ જમા કરાશે.

એક કુટુંબમાં પતિ-પત્ની બંને પણ આ યોજનામાં જોડાઇ શકે છે પરંતુ બંનેએ પોતાનો હિસ્સો અલગથી આપવો પડશે. જો પેન્શન મેળવતા પહેલા મૃત્યુ થાય છે અથવા તે યોજના ચાલુ રાખવા માંગતા નથી, તો તેના દ્વારા જમા કરવામાં આવેલી સંપૂર્ણ રકમ તેના જીવનસાથીને વ્યાજ સાથે ચૂકવવામાં આવશે.

યોજનામાં જોડાવા માટે ખેડૂતોએ માસિક રૂ.100નું યોગદાન આપવું પડશે. આ રકમ ઉંમર સાથે વધે છે. આ પછી 60 વર્ષથી ઉપરના ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા સુધીનું પેન્શન મળશે. તે જ સમયે જો ખેડૂતનું મૃત્યું થઈ જાય છે, તો તેના પરિવારને 50% ચુકવણી કરવામાં આવશે. તેની જવાબદારી જીવન વીમા નિગમને આપવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x