ગાંધીનગર

ગાંધીનગરના શહેરી વિસ્તારમાં કોર્મિશયલ જાહેરાત માટેના હોર્ડિંગ્સનાં ટેન્ડરને મંજૂરી અપાઇ

ગાંધીનગર :

ગાંધીનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા પાંચ વર્ષમાં અંદાજીત 39 કરોડની જંગી આવક થવાનાં વિશ્વાસ સાથે શહેરી વિસ્તારમાં કોર્મિશયલ જાહેરાત માટેના હોર્ડિંગ્સનાં ટેન્ડરને મંજૂરી આપી દેવામાં આવી છે. જે અન્વયે ગાંધીનગર શહેરના બ્યુટીફિકેશનને ધ્યાને લઇ એકસરખા આકર્ષિત હોર્ડિંગ સ્ટ્રક્ચર ઉભા કરી કરોડોની કમાણી કરવામાં આવનાર છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાંના કાયમી સ્ટ્રક્ચર ઉપર જાહેરાત આપવાની કામગીરી અંગેનું ઇ-ટેન્ડર કમ ઇ-ઓક્શન કરવામાં આવ્યુ હતું. જેમાં ક્વોલીફાય થયેલ ચાર સંસ્થાઓ વચ્ચે ઇ-ઓક્શન(ઓનલાઇન હરાજી) કરાવામાં આવી હતી. જેમાં ટેન્ડરની બેઝ પ્રાઇઝના 214.66 % ઊંચા ભાવ ભરાઇને આવતા સ્ટેન્ડીંગ કમિટીએ કરોડોની આવક થવાની આશાએ ટેન્ડર મંજૂર કરી દેવાયું છે.

ગાંધીનગર મહાનગરપાલિકાને આગામી પાંચ વર્ષોમાં અંદાજિત રૂ. 39 કરોડની જંગી આવક અંદાજ લગાવવામાં આવ્યો છે. છે. આ સાથે ગાંધીનગર શહેરએ ગુજરાત રાજ્યનું પાટનગર હોય દેશ-વિદેશના મહાનુભાવો શહેરની મુલાકાતે આવતાં હોય છે તથા આગામી વર્ષોમાં ઓલિમ્પિકનું આયોજન થાય એવી પણ શક્યતા છે. ત્યારે શહેરના બ્યુટિફિકેશનમાં વધારો થાય તે હેતુથી ગાંધીનગર મહાનગરપાલિકાની માલિકીના તમામ હોર્ડીંગ સ્ટ્રક્ચરને એકસરખા તથા આકર્શિત ડિઝાઇન કરી રીનોવેશન કરવામાં આવશે. આ તમામ કામગીરી અંગેના ઇ-ટેન્ડર કમ ઇ-ઓક્શનને આજરોજ યોજાયેલ સ્થાયી સમિતીની મિટીંગમાં મંજુરી આપવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા આ ટેન્ડર મુજબ તમામ બોર્ડને આકર્ષક સ્ટ્રક્ચર સાથે ઊભા કરવાનો તમામ ખર્ચ પણ એજન્સી દ્વારા ભોગવવામાં આવશે. જેથી મહાનગરપાલિકાની તિજોરીને પણ ભારણ નહી પડે અને કરોડો રૂપિયાની જંગી આવક પણ થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x