કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી નીમુબેન બાંભણીયાનો સંવેદનશીલ અભિગમ : સર.ટી. હોસ્પિટલ ખાતે દિવ્યાંગજનો માટે એસેસ્ટમેન્ટ કેમ્પ યોજાયો
ભાવનગર :
માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ના વિકસિત ભારત સક્ષમ ભારત બને અને દિવ્યાંગો પણ તેમાં ભાગીદાર થઈ શકે માટે આજે ભાવનગર ના સાંસદ અને ભારત સરકારના મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા ના વિશેષ સહયોગથી આજે ભાવનગર ખાતે દીવ્યાંગો માટે ADIP યોજના હેઠળ ભાવનગર પશ્ચિમ અને પૂર્વ બંને વિસ્તારના તપાસણી કેમ્પ સર.ટી હોસ્પિટલ ખાતે યોજાયો હતો.
આ સાથે આવતીકાલે ભાવનગર ગ્રામ્ય વિસ્તારનો કેમ્પ યોજાશે તેમજ આવનારા દિવસોમાં ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકામાં આ કેમ્પ નું આયોજન કરવામાં આવનાર છે.
આ કેમ્પમાં બહોળી સંખ્યા માં લાભાર્થીઓ એ તપાસણી લીધો છે.જેમાં દિવ્યાંગોને તેઓને અનુરૂપ સાધનો સહાય માટે નોંધણી કરવામાં આવી તેમજ નવા મેડિકલ સર્ટિફિકેટ,યુ.ડી.આઈ.ડી. કાર્ડ કાઢવાની કામગીરી તેમજ દિવ્યાંગોને લગતી વિવિધ યોજના બાબતે કામગીરી કરવામાં આવી રહી છે.આવનારા દિવસોમાં પણ બાકી રહેતા દિવ્યાંગજનો આ એસેસ્ટમેન્ટ કેમ્પનો વધુ માં વધુ લાભ લે તે માટે કેન્દ્રીય મંત્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.