સુરતમાં યુવતીની છેડતી કરનાર રોમિયોને યુવતીઓએ ચખાડ્યો મેથીપાક
સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવતીની છેડતી કરતા રોમિયોની યુવતીઓએ જ જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. ત્રણ દિવસથી એક યુવતીની યુવક છેડતી કરી રહ્યો હતો જેથી યુવતીઓએ જ સમુહમાં રોમિયોની જાહેરમાં ધુલાઇ કરી હતી. કાપોદ્રા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ છેડતી કરનારની યુવતીઓએ ધુલાઈ કરી હતી અને યુવકને પોલીસને સોપ્યો હતો.