ગાંધીનગર કુડાસણ ખાતે ૨૧મીએ વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે યોગ શિબિર યોજાશે
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૧મી ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે, ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા. ૨૧ ડિસેમ્બર, ૨૦૨૪ ને શનિવારના રોજ સવારે ૭:૦૦ થી ૦૮:૩૦ કલાક દરમિયાન કુડાસણ ગુડા ગાર્ડન, કૃષ્ણ કુંજ ફ્લેટની પાછળ ,ગાંધીનગર ખાતે અરવિંદ સંસ્થા સાધના અને ધ્યાન ના સહયોગ થકી ધ્યાન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનારી પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તેવા આશય સાથે આ યોગ શિબિરનું આયોજન કરાયું છે. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ, યોગ બોર્ડના અને આમ જનતા મળીને અંદાજે ૫૦૦ થી વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાશે. જેનું સમગ્ર સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડીનેટર ભાવનાબેન જોષી દ્વારા કરવામાં આવશે, તથા આ કાર્યક્રમને સફળ બનાવવા યોગકો જ યોગ્ય ટ્રેનર તથા સાધકો પોતાનું યોગદાન આપશે.