પંજાબના જલંધર જિલ્લાની માનસિક અસ્થિર મહિલાને સલામત પરિવાર સુધી પહોંચાડતું ગાંધીનગરનું “સખી” વન સ્ટોપ સેન્ટર
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પુરસ્કૃત, “સખી” વન સ્ટોપ સેન્ટર યોજના સમગ્ર દેશમાં કાર્યરત છે જે અન્વેય ૦૨/૧૧/૨૦૨૪ ના રોજ સખી વન સ્ટોપ સેન્ટર ગાંધીનગર ખાતે સે-૨૧ પોલીસ સ્ટેશન દ્વારા માનસિક અસ્થિર બિનવારસી મહીલાને મુકવામાં આવ્યા હતા.
“સખી” વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપ્યાં બાદ બહેન સ્વસ્થ થતાં તેમની સાથે આત્મીયતા કેળવીને તેમનું કાઉન્સેલિંગ કરતાં બહેન માનસિક અસ્થિર હોય તેવું જણાય આવતાં સેન્ટર પરના પેરા મેડિકલ સ્ટાફ દ્વારા મેડિકલ તપાસ કરાવી માનસિક સારવાર ચાલુ કરવામાં આવી હતી, તેમજ મહિલાને સતત સેન્ટરના કર્મચારીના નિરીક્ષણ હેઠળ રાખી તેમને સમયસર દવા,ખોરાક વગેરેનું પુરતું ધ્યાન આપવામાં આવ્યું હતુ.
મહિલાને યોગ્ય સમયે સારવાર તેમજ સારસંભાર મળતાં તેમનાં માનસિક સ્વાસ્થ્યમાં સુધારો આવતાં તેમની સાથે વારંવાર કોન્સેલિંગ કરી તેમના રહેઠાણ અને પરિવાર વિશે માહિતી મેળવવા પ્રયત્ન કરાતા, લાંબા સમયના કાઉન્સેલિંગ બાદ તેમણે તેમના પરિવાર અને રહેઠાણ વિશે (અપુરતી) માહિતી આપી હતી.
મહિલાના જણાવેલ રહેઠાણના નામ પ્રમાણે ગાંધીનગર, કચેરીથી વારંવાર ગુગલ સર્ચ કરી દરેક સ્થળ પરનાં નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક નંબર મેળવી મહિલાના પરિવારની શોધખોળ કરવા માટે કચેરી દ્વારા જણાવવામાં આવ્યુ હતું, મહિલાનો ફોટા,વિડિયો,અને કેસ હિસ્ટ્રી આપવામાં આવતા લાંબા સમયનાં અથાગ પ્રયત્ન બાદ મહિલાનાં પરિવાર અને રહેઠાણની માહિતી પંજાબના જલંધર જીલ્લાના સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મળી હતી.
મહિલાના પરિવારની માહિતી મળતા જાણવા મળેલ કે મહિલા અને તેમના પતિ બન્નેની માનશિક પરિસ્થીતી સારી ન હોવાને કારણે અને પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી “સખી” વન સ્ટોપ સેન્ટર ગાંધીનગર ગુજરાત પર તેમને લેવા આવી શકે તે માટે સક્ષમતા ધરાવતા ન હોવાથી મહિલાના લાંબા સમયનાં આશ્રય બાદ તેમને તેમના પરિવાર સાથે સુખમય જીવન જીવી શકે તે હેતુસર સખી વન સ્ટોપ સેન્ટર ગાંધીનગર થી પરિવાર સાથે પુનસ્થાપન થાયતે માટે પ્રબંધ કરવામાં આવ્યો હતો.
તા-૦૯/૧૨/૨૪ ના રોજ મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ગાંધીનગરથી લઇને તા-૧૦/૧૨/૨૪ ના દિવસે પંજાબના જલંધર જીલ્લાના સખી વન સ્ટોપ સેન્ટર સ્થાને મુકવામાં આવ્યા, ત્યાથી મહિલાના જરૂરી આધાર પુરાવા લઇ મહિલા તેઓના સગા છે? તે તપાસ કર્યા બાદ, તેઓનુજરુરી લખાણ અને દસ્તાવેજ લઇને તેમનું તેમના પરિવાર સાથે સુખદ મીલન કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહિલાના પતિ તથા પરિવારે સખી વન સ્ટોપ સેન્ટર ગાંધીનગરનો અને તેમાં ફરજ બજાવતા કર્મચારીનો સહ હ્રદય આભાર વ્યક્ત કર્યો હતો.