મધ્યપ્રદેશમાં એક મકાનમાં આગ લાગતાં 2 બાળકો સહિત 4 લોકોના મોત
મધ્યપ્રદેશના દેવાસ શહેરના નયાપુરામાં વહેલી સવારે એક મકાનમાં ભીષણ આગ લાગતાં એક જ પરિવારના 4 લોકોના મોત નિપજ્યાં હતા. આ દુર્ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મૃતકોમાં પતિ, પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. હાલ આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે.