ગોધરા – અમદાવાદ હાઇવે પર આવેલ પ્લાયવુડના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પંચમહાલમાં ગોધરા – અમદાવાદ હાઇવે માર્ગ પર આવેલ પ્લાયવુડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ગોધરાના ભામૈયા પાસે પ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગી છે. રાજ્યમાં છેલ્લા 6 મહિનામાં આગ લાગ્યાની અનેક ઘટનાઓ બની છે. આગની ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી હતી.ગોડાઉનમાં પ્લાયવુડનો જથ્થો વધુ હોવાથી આગ વધુ વિકરાળ બની હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી પરંતુ આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.