ગાંધીનગર જીલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 27 ડીસેમ્બરના રોજ જોબફેરનું આયોજન
ધ લીલા હોટલ,ગાંધીનગર.ઈન્ટરવ્યું સ્થળ : સી” વીંગ,પહેલોમાળ,સહયોગ સંકુલ,પથિકાશ્રમ બસ સ્ટેન્ડ પાસે, સિવિલ હોસ્પિટલ સામે,સેક્ટર-૧૧.ગાંધીનગર ખાતે ભરતી મેળો યોજાશે. જીલ્લા રોજગાર વિનિમય કચેરી,ગાંધીનગર દ્વારા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ અને ડીપ્લોમાં (હોટલ મેનેજમેન્ટ)ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઇ શકશે.ધ હોટલ લીલા, ગાંધીનગર ખાતે રોજગાર વાન્છું ઉમેદવારોને રોજગારીની તકો મળી રહે તથા નોકરીદાતાને રોજગાર કચેરી દ્વારા સતત કુશળ માનવબળ પ્રાપ્ત થઇ શકે તે હેતુસર રોજગાર ભરતીમેળા અંગે જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા આગામી સમયમાં આયોજન થનાર છે. આ ભરતીમેળામા શારીરિક સશક્ત પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો ભાગ લઇ શકશે.ઉપરોક્ત યોજાનાર રોજગાર ભરતીમેળામાં જીલ્લાના તમામ રોજગારવાન્છું ઉમેદવારોને મોટી સંખ્યામાં ભાગ લેવા જણાવવામાં આવે છે. .રોજગાર ભરતી મેળા મા ભાગ લેવા લીંક https://forms.gle/w9ZzucyqTJVCdJcE8 મા રજીસ્ટ્રેશન કરો અને રૂબરૂ હાજર રહો