અંબાજી મંદિર ગિયોડ ખાતે યોજાયેલા કૃષિ સંવાદમાં વિવિધ જિલ્લામાંથી આવેલા ૫૫૦ ખેડૂતોએ ભાગ લીધો
તા.૨૨-ડિસેમ્બરના રોજ, અંબાજી મંદિર ગિયોડ, ગાંધીનગર ખાતે આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક કૃષિ ગ્રુપ ગાંધીનગરના રજીસ્ટર્ડ થયેલા તમામ ખેડૂતો મળી કુલ ૫૫૦ ખેડૂતો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ શ્રી દિલીપભાઈ સંઘાણી -ચેરમેનશ્રી ગુજકોમાસોલ અને ઇફકો અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં, હિતેન્દ્રભાઈ પટેલ-પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતી ફેડરેશન અને પ્રવક્તા ગુજરાત પ્રદેશ ભાજપ,શ્રી ગોપાલ સુતરીયા-સંસ્થાપક બંસી ગીર ગૌશાળા અને ગોતીર્થ વિદ્યાપીઠ અમદાવાદ અને સુ. શ્રી.નિશા પાંડે મેડમ-નિયામકશ્રી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ-ગોતા અમદાવાદ સહિત મહાનુભાવો સાથે તમામ તાલુકાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તથા ડાયરેક્ટરશ્રીઓની ઉપસ્થિતિમાં સમયની માંગ પ્રમાણે ખેડૂતોને ઉત્પાદિત થયેલી વસ્તુઓ અને વેચાણ માટે વધારે સરળતા રહે તે માટે ચર્ચા કરવામાં આવી હતી.
મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ગૌ આધારિત ઝહેર મુક્ત ખેતી અંગે વિગતવાર સમજણ આપવામાં આવી હતી.
આ અવસરે ગુજરાતમાંથી અમરેલી,જુનાગઢ, વડોદરા,ખેડા,આણંદ,અરવલ્લી, બનાસકાંઠા,મહેસાણા અને સાબરકાંઠાના ખેડૂતો પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ અંતર્ગત વ્યવસ્થામાં હિતેશભાઈ પટેલ,જશુભાઈ પટેલ,ભીખાભાઈ પટેલ,
મનુભાઈ પટેલ સહિત તમામ ખેડૂતો ગૌ આધારિત અને ઝેર મુક્ત ખેતીનું અભિયાન હવે ખેડૂતના ઘર ઘર સુધી પહોંચે અને તેનો લાભ લોકો સુધી મળે તે માટે વ્યવસ્થા વિચારાય તે અંગે પોતાના વિચારો રજુ કર્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેન્દ્રભાઈ મંડીર-ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું.