રાજ્યના આ જિલ્લામાં આવ્યો ભૂકંપ
ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપના કારણે ગભરાટ ફેલાયો છે. જિલ્લામાં સોમવારે સવારે 3.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ (ISR) એ આ જાણકારી આપી. જિલ્લા પ્રશાસને કહ્યું કે ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિ કે અન્ય કોઈ વસ્તુને નુકસાન થયું હોવાના અહેવાલ નથી. ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે 10.44 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર લખપતથી 76 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું.