અમદાવાદમાં થલતેજ ટાઇટેનિયમ બિલ્ડિંગમાં લાગી આગ, ફાયર વિભાગે જાહેર કર્યો મેજર કોલ
અમદાવાદના થલતેજ વિસ્તારમાં સ્થિત ટાઇટેનિયમ બિલ્ડિંગમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે. બિલ્ડીંગના 9, 10 અને 11મા માળે આગ લાગી હોવાનું સામે આવ્યું છે, જેના પરિણામે સમગ્ર ઇમારતમાં ભારે નુકસાન થયું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક કલાકથી આગ પર કાબુ લેવાનો પ્રયાસ યથાવત છે, પરંતુ આગ પર કાબુ આવ્યો નથી જેથી ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને 20 જેટલી ફાયર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. હાલ આગ લાગવા પાછળનું કારણ સામે આવ્યું નથી.