ગાંધીનગરગુજરાત

ગુજરાતના 20 ધારાસભ્યોની સુરક્ષા પરત ખેંચાઈ

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એકાએક 20 જેટલા ધારાસભ્યોની સુરક્ષાને પરત ખેંચી લેવામાં આવી હતી. સમગ્ર મામલે ગૃહ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં ધારાસભ્યોની સુરક્ષા પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોઈપણ વ્યક્તિને સુરક્ષા આપ્યા બાદ તેની 3 અને 6 મહિને ગૃહ વિભાગ અને પોલીસ અને આઈબીના અધિકારીઓ આ સમીક્ષા કરવામાં આવતી હોય છે. ધારાસભ્યોની સુરક્ષા પાછી ખેંચાઈ તેમના નામ અંગે કોઈ માહિતી મળી શકી નથી. સરકારે એક રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x