અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબા સાહેબની મૂર્તિ ખંડિત કરતાં લોકોમાં ભારે રોષ
અમદાવાદના ખોખરા વિસ્તારમાં શાસ્ત્રી કોલેજની સામે આવેલી ડો.આંબેડકરની પ્રતિમાને અસામાજિક તત્વોએ નુકશાન પહોચાડતા મોટો વિરોધ થયો છે…જેને લઈને સ્થાનિકો એકઠા થઈ રસ્તા બ્લોક કર્યો છે…સ્થાનિકોનું કહેવું છે કે જ્યાં સુધી ડો.આંબેડકરની મૂર્તિને નુકશાન પહોંચાડનાર અપરાધી નહીં પકડાય ત્યાં સુધી અમે લોકો અહીંથી હટીશું નહીં….આ ઘટનાને લઈને ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે….પોલીસ ઘટના સ્થળે પહોચી અપરાધીને સોધવાની તજવીજ હાથ ધરી છે….કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ડો.આંબેડકરને લઈને આપેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે તે વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં ડો.આંબેડકરની મૂર્તિ ખંડિત થઇ છે.