આજથી કાંકરિયા કાર્નિવલનો રંગારંગ શુભારંભ
અમદાવાદ શહેરના કાંકરિયા ખાતે 15મા કાંકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, જે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલશે. આ કાર્નિવલનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે. 7 દિવસ સુધી આ ઉત્સવમાં વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ કાંકરિયા કાર્નિવલ માં 25 લાખ લોકો આવશે તેવી ધારણા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સાતેય દિવસ કાંકરિયા કાર્નિવલમાં થીમ આધારિત કાર્યક્રમો લાઈટ એન્ડ સાઉન્ડ શો, લેસર શો, અને ડ્રોન શો, લોક ડાયરો, તલવાર રાસ, જલતરંગ તથા વાયોલીનની સંગીતમય રજુઆત કરવામાં આવશે.