અમરેલી લેટર કાંડને લઈને મહત્વનું અપડેટ આવ્યું સામે..
લેટર કાંડને લઈ જિલ્લા પોલીસ વડા (એસપી) સંજય ખરાત દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. એસપી દ્વારા ફરજમાં બેદરકારી દાખવવા બદલ એલસીબીમાં ફરજ બજાવતાં ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કિશન આસોદરીયા, વરજાંગ મૂળયાસીયા અને મહિલા પોલીસકર્મી હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રવિવારે રાજકોટના સાંસદ અને અમરેલી જિલ્લાના વતની પરસોત્તમ રૂપાલાએ પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પોલીસે સમગ્ર ઘટનામાં ઘણી ઉતાવળ કરી છે. એસપી દ્વારા કમિટી બનાવવામાં આવી છે, તે યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા છે. કૉંગ્રેસ આ સમગ્ર ઘટનાને અલગ જ દિશામાં લઈ જઈ રહી છે. હાલ નનામો લેટર વાઇરલ કરવાનો રોગ ફેલાયો છે.