કડી કેમ્પસના 1165 વિદ્યાર્થીઓને 2.5 કરોડની સ્કોલરશીપ એનાયત કરવામાં આવી
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી-ગાંધીનગર દ્વારા પૂર્વ ચેરમેનશ્રી સ્વ. માણેકલાલ. એમ. પટેલ (સાહેબ)ની 13મી પુણ્યતિથિ નિમિત્તે કડી-ગાંધીનગરના 1165 વિદ્યાર્થીઓને 2.5 કરોડ રૂપિયાની સ્કોલરશીપ વિતરણ કાર્યક્રમ કડી મુકામે યોજાયો હતો. જેમાં સંસ્થાના દાતાશ્રીઓ તથા ટ્રસ્ટ્રી મંડળના સભ્યોના હસ્તે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એનાયત કરવામાં આવી હતી.
વર્તમાન ચેરમેનશ્રી વલ્લભભાઈ એમ. પટેલ દ્વારા પૂર્વ ચેરમેનશ્રી સ્વ. માણેકલાલ એમ. પટેલની સ્મૃતિમાં 12 જાન્યુઆરી 2013 પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે “માણેકલાલ એમ. પટેલ મેમોરીયલ સ્કોલરશીપ” તેમની સ્મૃતિમાં યોજવામાં આવે છે. સ્વ. માણેકલાલ સાહેબ સંસ્થાના મંત્ર ‘કર ભલા હોગા ભલા’ના સાર્થક કરીને ‘શિક્ષણ એ જ સાચી સેવા’ના સૂત્ર આપ્યું હતું. તેઓએ સર્વ વિદ્યાલય પરિવારને એક વટવૃક્ષ બનાવ્યું છે. પ્રેરણા સ્વરૂપે વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે.
આ સ્કોલરશીપને બે ભાગમાં વહેંચવામાં આવી છે. જેમાં મેરીટ આધારિત વિદ્યાર્થીઓને શ્રી માણેકલાલ એમ. પટેલ મેમોરીયલ સ્કોલરશીપ એનાયત કરવામાં આવે છે. જેની સંખ્યા આ વર્ષે 423 છે. જ્યારે આર્થિક રીતે જરૂરત મંદ વિદ્યાર્થીઓને “શ્રી માણેકલાલ એમ. પટેલ મીન્સ સ્કોલરશીપ” આર્થિક સહાયરૂપે (ફી માફી) સ્કોલરશીપ એનાયત કરવામાં આવે છે જે વિદ્યાર્થીઓની સંખ્યા 742 છે. આમ કુલ 1165 વિદ્યાર્થીઓને રૂપિયા 2.5 કરોડની સ્કોલરશીપ સંસ્થાના દાતાશ્રીઓના હસ્તે એનાયત કરવામાં આવી હતી.