હિમાચલમાં પેરાગ્લાઈડિંગ દુર્ઘટના દરમિયાન અમદાવાદી યુવતીનું મોત
હિમાચલ પ્રદેશના ધર્મશાળાની મુલાકાતે ગયેલી ગુજરાત અમદાવાદની એક યુવતી પેરાગ્લાઈડિંગ કરતી વખતે દુર્ઘટનાનો શિકાર બની હતી. ટેક ઓફ પોઈન્ટ પરથી ટુરિસ્ટ યુવતી અને પેરાગ્લાઈડિંગ પાયલોટ બંને નીચે પટકાતા યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી, તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. બીજી તરફ પેરાગ્લાઈડિંગ પાઈલટનો બચાવ થયો છે. આ ઘટનામાં પેરાગ્લાઈડિંગ પાઈલટને સામાન્ય ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ યુવતીને પણ પ્રાદેશિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તે પહેલાં રસ્તામાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ યુવતી પોતાના પરિવાર સાથે ધર્મશાળા ફરવા આવી હતી.