ગાંધીનગર કલેક્ટરના નેતૃત્વમાં ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત
કલેક્ટર ગાંધીનગર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી સતત બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ અન્વયેની કામગીરી દરમ્યાન તા.૧૯/૦૧/૨૦૨૫ ના રોજ સાદીરેતી ખનિજના બિનઅધિકૃત વહન કરતા કુલ ૦૪ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર જિલ્લાના વલાદ પાસેથી ડમ્પર નં. GJ-27-TD-7199માં સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરતા તથા, વૈષ્ણોદેવી સર્કલ ગાંધીનગર પાસેથી ડમ્પર નં. GJ-24-X-5116 માં સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ વગર વહન કરતાં પકડી પાડવામાં આવ્યા છે, ઉપરાંત તા.૨૦/૦૧/૨૦૨૫ ના રોજ ગાંધીનગર ઉવારસદ, કર્ણાવતી યુનિવર્સીટી પાસેથી ડમ્પર નં- AS-02-DC-6128 માં સાદીરેતી ખનીજ રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન કરતા તથા ડમ્પર નં- NL-07-AA-3817 માં સાદીરેતી ખનીજ રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન કરતા પકડવામાં આવ્યા છે.એમ કુલ ૦૪ વાહનો/મશીનની આશરે કુલ ૦૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરોક્ત જપ્ત કરેલ વાહનો/મશીનના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.