જાણો અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લીધેલા નિર્ણયો અંગે
<span;>ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેતાની સાથે જ કેટલાક મહત્વના નિર્ણયો કર્યાં છે. અમેરિકામાં હવે એક નવા યુગની શરૂઆત થઈ છે. હવે અમેરિકામાં કંઇક નવું થવાનું છે એમાં કોઈ બેમત નથી. ચાલો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પે લીધેલા 10 નિર્ણયો અંગે…
<span;>અમેરિકાએ WHOનો સાથ છોડ્યો
<span;>ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતાની સાથે જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાંથી અમેરિકાને બહાર કરી નાખ્યું છે. હવે WHO ને આ નિર્ણયના કારણે ભારે અસર થવાની છે. હવે WHOએ અમેરિકા તરફથી મળતું ફંડ બંધ થઈ જવાનું છે. મહત્વની વાત એ છે કે, હવે દુનિયાભરમાં આવેલી WHOની યોજનાઓને અસર થવાની છે.
<span;>વાણી સ્વાતંત્ર્ય
<span;>અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પે અભિવ્યક્તિની સ્વતંત્રતાની હિમાયત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા જેમાં સરકારી એજન્સીઓને અમેરિકનોની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન ન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
<span;>BRICS ને આપી છે ધમકી
<span;>શપત લેતાની સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પે બ્રિક્સ દેશોના જૂથને ધમકી આપી છે અને કહ્યું છે કે, જો આ જૂથ અમેરિકા વિરોધી નીતિઓ લાવશે તો તેમને પણ પરિણામો ભોગવવા પડશે અને તેઓ ખુશ નહીં થાય. તમને જણાવી દઈએ કે, ભારત પણ બ્રિક્સમાં સામેલ છે. ટ્રમ્પે કહ્યું કે, આ દેશોએ અમેરિકાના હિતોની વિરુદ્ધ ઘણી બધી બાબતો કરવાનો પ્રયાસ કર્યો, જો આ દેશો ભવિષ્યમાં પણ આવું કરતા રહેશે તો તેમની સાથે જે થશે તેનાથી તેઓ ખુશ નહીં હોય.
<span;>ટિકટોકને લઈને પણ કરી આ ખાસ વાત
<span;>રાષ્ટ્રપતિ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે ચીન સાથે સંબંધ સુધારવાની વાતની પહેલ કરી છે. આના માટે ટિકટોકને 75 દિવસનો સમય આપ્યો છે. દરમિયાન, ટિકટોકને યુએસ નિયમોનું પાલન કરવા માટે જરૂરી પગલાં લેવા પડશે.
<span;>રશિયા અને યુક્રેન યુદ્ધ મામલે પણ મહત્વની વાતૉ
<span;>રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધ અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે તેના પર કામ કરી રહ્યા છીએ અને શક્ય તેટલી વહેલી તકે તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘જો હું રાષ્ટ્રપતિ હોત તો યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ ન થયું હોત’.
<span;>ગ્રીનલેન્ડના લોકો ડેનમાર્કથી ખુશ નથી
<span;>ગ્રીનલેન્ડ પર અમેરિકાના કબજાની ચર્ચાઓ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ગ્રીનલેન્ડ એક અદ્ભુત સ્થળ છે અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે આપણને તેની જરૂર છે. મને ખાતરી છે કે ડેનમાર્ક પણ સાથે આવશે કારણ કે તેને જાળવવા માટે તેમને ઘણા પૈસા ખર્ચ થઈ રહ્યા છે. ગ્રીનલેન્ડના લોકો ડેનમાર્કથી ખુશ નથી. આ આપણા માટે જરૂરી નથી, આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે આ જરૂરી છે. તમે જુઓ છો કે રશિયન અને ચીની બોટ અને યુદ્ધ જહાજો બધે ફેલાયેલા છે.
<span;>કેનેડા અને મેક્સિકો પર લાગશે 25 ટકા ટેરિફ
<span;>ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યભાર સંભાળતાની સાથે જ કેનેડા અને મેક્સિકોની સામે આંખ લાલ કરી છે, કહ્યું કે, તેઓ કેનેડા અને મેક્સિતો પર 25% ટેરિફ લાદી શકે છે.
<span;>હવેથી અમેરિકામાં માત્ર સ્ત્રી અને પુરૂષ જ રહેશે
<span;>રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકન સમાજ પર દૂરગામી અસરો પાડનારા નિર્ણયમાં દેશમાં ત્રીજા લિંગની વિભાવનાને નાબૂદ કરી દીધી છે. તેમણે કહ્યું છે કે, દેશમાં ફક્ત બે જ જાતિ હશે – પુરુષ અને સ્ત્રી. મહત્વની વાત એ છે કે, અમેરિકામાં ત્રીજા લિંગને આપવામાં આવતી સુવિધાઓ સમાપ્ત થઈ જશે. અમેરિકામાં ઘણા યુવાનો પ્રચારથી પ્રભાવિત થઈને પોતાનું લિંગ બદલી રહ્યા હતા. ઉદ્યોગપતિ એલોન મસ્કના પુત્રએ પણ આવું જ પગલું ભર્યું હતું. આ પછી, ટ્રમ્પે તેને સમાપ્ત કરવાનું વચન આપ્યું.
<span;>6 જાન્યુઆરીના ગુનેગારોને માફી
<span;>ડોનાલ્ડ ટ્રમ્પે 6 જાન્યુઆરી, 2021 ના રોજ કેપિટોલ હિલ પર હુમલો કરનારા 1,500 રિપબ્લિકન પાર્ટીના કાર્યકરોને માફ કરી દીધા છે. હવે તેમની સામે કોઈ કેસ દાખલ કરવામાં આવશે નહીં. જ્યારે ટ્રમ્પ 2020 માં હારી ગયા, ત્યારે વોશિંગ્ટનમાં ઘણી હિંસા થઈ હતી અને ટ્રમ્પના સમર્થકો યુએસ સંસદ કેપિટોલ હિલ પર કબજો કરવા માંગતા હતા.
<span;>અમેરિકાની દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટી
<span;>રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાની સરહદો સીલ અને સુરક્ષિત કરવાનો નિર્ણય લીધો છે. શપથ ગ્રહણ કર્યા પછીના ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં અમેરિકાની દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે, અમેરિકાની દક્ષિણ સરહદ મેક્સિકોને સ્પર્શે છે. અમેરિકાને મેક્સિકન સરહદ પરથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની મોટા પાયે ઘૂસણખોરીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ સરહદ પરથી ઘૂસણખોરી રોકવા માટે અહીં સેના તૈનાત કરવામાં આવી છે.