ગાંધીનગર

મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઈઝેશના ડિરેક્ટર શ્રી મયુર જાદવ ને કિસ્ટ મેડિકલ કોલેજ નેપાળ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

ગુજરાતના વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ખૂબ જ આનંદના સમાચાર મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઈઝેશના ડિરેક્ટર શ્રી મયુર જાદવ ને કિસ્ટ મેડિકલ કોલેજ નેપાળ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. નેપાળમાં 21 થી વધુ મેડિકલ યુનિવર્સિટીમાં ગુજરાતી વિદ્યાર્થીઓને સાચું અને સચોટ માર્ગદર્શન આપી તેમનું ડોક્ટર બનવાનૂ સ્વપ્ન મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઈઝેશન પુરુ કરી રહી છે. મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઈઝેશન છેલ્લા ૧૫ થી વધુ વર્ષોથી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં દરેક વિદ્યાર્થીઓને એમના બજેટમાં મેડિકલ અભ્યાસ માટે માર્ગદર્શન પૂરું પાડી રહી છે. વધુમાં નેપાળમાં આ વર્ષે વધુમાં વધુ વિદ્યાર્થીઓને હિન્દુ સંસ્કૃતિ તેમ જ આપણું ભારતીય શાકાહારી ભોજન મળી રહે તેમજ સાથે સાથે સ્વામી નારાયણ તથા જૈન ભોજન ની વ્યવસ્થા મળી રહે આ બધાની સાથે ખૂબ મહત્ત્વ ભારતની NMC માન્ય મેડિકલ એજ્યુકેશન પદ્ધતિ પમાણે એજ્યુકેશન મળી રહે આ બધી જ વસ્તુ ને ધ્યાનમાં રાખીને ભારતીય અને વિશેષ કરી અને ગુજરાતી વિદ્યાર્થીઓને નેપાળની અંદર એડમિશન અપાવી તેમને બધી જ સર્વિસ પુરી પાડી અને તેમને ડોક્ટર બનવાનું સ્વપ્ન મયુર જાદવ પોતે વિદ્યાર્થીઓને લઈને ત્યાં આગળ મૂકવા ગયેલ હતા.

સાથે સાથે વિદ્યાર્થીઓની હોસ્ટેલ હોય કે જમવાનુ હોય કે પછી ત્યા આગળ હોસ્પિટલ માં જવા આવવાની વ્યવસ્થા આ બધૂ જાતે ધ્યાન રાખી અને વિદ્યાર્થીઓ ને સેટલ કરી વધુ માં મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઈઝેશન ની લોકલ ઓફિસ કાંઠમંડુ ખાતે હોવાથી ત્યાંના સ્ટાફ દ્રારા તેમને સતત ધ્યાન રાખવાનૂ કામ પણ કરવામા આવે છે. તેમના અભ્યાસ ની અને એડમિન ના કામની વ્યવસ્થા ત્યાંથી લોકલ ઓફિસ ઘ્વારા થઈ જતી હોય છે.આવી રીતે મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઈઝેશને ખૂબ જ સારી સર્વિસ અને વધુ માં વધુ વિદ્યાર્થીઓ મોકલવા બદલ કિસ્ટ મેડિકલ કોલેજ અને કાંઠમંડુ મેડિકલ યુનિવર્સિટી તેમજ CMC મેડિકલ કોલેજ,લુમ્બની મેડિકલ કોલેજ , દેવદાહ મેડિકલ કોલેજ એ સારી કામગીરી બદલ મેકીંગ ડોક્ટર ઓર્ગેનાઈઝેશન સંસ્થાને સન્માનિત કરવામાં આવ્યા .

કિસ્ટ મેડિકલ કોલેજ ઘ્વારા સ્પેશ્યલિ “એક્સેલેન્સ વર્ક ઈન મેડિકલ એજ્યુકેશન” થી પુરસ્કારીત કરવા મા આવી. વિદેશની ૧૦થી વધુ કન્ટ્રી માં 30 થી વધુ મેડિકલ કોલેજ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના અને દર વર્ષે આવા ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓને એડમિશન અપાવી એમનું ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કરી રહી છે. નેપાળમાં આ વખતે પહેલીવાર કોઈ ગુજરાતી ને આવું સન્માન મળ્યું છે. તો આપણા બધા માટે ગૌરવની વાત છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x