કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને અમદાવાદમાં મેટ્રો ટ્રેન મોડી રાત સુધી દોડશે
અમદાવાદમાં આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે. જેમાં લોકોની સુરક્ષા માટે અમદાવાદ પોલીસ સજ્જ થઇ ચૂકી છે. કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને અમદાવાદમાં મેટ્રો ટ્રેન મોડી રાત્રે પણ દોડશે. 25 અને 26 જાન્યુઆરીના રોજ મધરાત્રે 12:30 કલાક સુધી મેટ્રો બન્ને રૂટ ઉપર દોડશે. દર આઠ મિનિટના સમયાંતરે મેટ્રો ટ્રેન ઉપલબ્ધ કરાવાશે. અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમથી એપીએમસી તથા થલતેજ ગામ સુધીના રૂટ ઉપર મેટ્રો રાત્રે 12.30 સુધી દોડાવવાનો નિર્ણય કર્યો છે.