વડોદરાની નવરચના સ્કૂલને મળી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી
વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. ભાયલીની નવરચના સ્કૂલને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી. વડોદરામાં ત્રણ જગ્યાએ નવરચના સ્કૂલ આવેલી છે. ધમકી મળતાની સાથે પોલીસ સ્કૂલ પર પહોંચી છે અને ત્રણેય સ્કૂલ પોલીસની વિવિધ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ધમકીને કારણે સ્કૂલમાં આજે રજા જાહેર કરવામાં આવી. વિદ્યાર્થી, વાલી અને સ્ટાફને સ્કૂલમાં ન આવવા સૂચના અપાઈ.
ધમકીભર્યો મેઈલ આવ્યો તેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, શાળાની પાઈપલાઈનમાં બોમ્બ રાખ્યો છે, જેનીથી આખી શાળા ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સમગ્ર બાબતને લઈને BDDS અને પોલીસની ટીમ શાળાએ પહોંચી તપાસ શરૂ કરી દીધી છે. આ સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચ અને PCBની ટીમે પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. જ્યારે સ્કૂલ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે.