મોદી સરકારનો સપાટો: ભ્રષ્ટાચારમાં ફસાયેલા કસ્ટમ-કરવેરા વિભાગના 22 અધિકારીઓની હકાલપટ્ટી
ન્યુ દિલ્હી :
ન્યૂઝ એજન્સી એએનઆઈના આધારે (CBIC)ના 22 વરિષ્ઠ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. જે 22 અધિકારીઓને રિટાયર કરવામાં આવ્યા છે તે દરેક સુપ્રીટેન્ડન્ટ અને એ.ઓ રેન્કના રેંકના હતા. આ નિર્ણય મૂળભૂત નિયમો 56(J)ના આધારે લેવામાં આવ્યો હતો.
પહેલાં પણ સરકાર લઈ ચૂકી છે નિર્ણય
આ પહેલી વાર નથી થતું કે જ્યારે ભ્રષ્ટાચારમાં ફસાયેલા કસ્ટમ અને કરવેરા વિભાગના અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. આ પહેલા જૂનમાં 15 અધિકારીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા. આ અધિકારી CBICના મુખ્ય કમિશ્નર, કમિશ્નર અને નાયબ કમિશ્નર રેન્કમાં હતા. તેમાંના મોટાભાગનાની વિરુદ્ધ ભ્રષ્ટાચાર, ઘૂસણખોરીના આરોપ છે. જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે કાર્યભાર સંભાળતાની સાથે ટેક્સ વિભાગના 12 વરિષ્ઠ અધિકારીઓને ફરજિયાત રિટાયર કર્યા હતા. એટલે કે હાલ સુધી કુલ 49 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે.
શું છે મૂળભૂત નિયમો?
મૂળભૂત નિયમો 56નો ઉપયોગ એવા અધિકારીઓ પર કરવામાં આવે છે જે 50થી 55 વર્ષની ઉંમરના હોય અને સાથે 30 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી ચૂક્યા હોય. સરકારની પાસે આ અધિકાર છે કે તે આ અધિકારીઓને અનિવાર્ય રિટાયરમેન્ટ આપી શકે છે. આમ કરવા પાછળ સરકારનો હેતુ નોન પરફોર્મિંગ સરકારી સેવકને રિટાયર કરવાનો છે. એવામાં સરકાર એ નિર્ણય લે છે કે કયા અઘિકારી કામના નથી. આ નિયમ ઘણા સમયથી લાગૂ કરવામાં આવ્યો છે.