રાષ્ટ્રીય

સંસદમાં બજેટ શત્ર શરૂ, જાણો રાષ્ટ્રપતિએ અભિભાષણમાં શું-શું કહ્યું?

આજે સંસદમાં બજેટ શત્ર શરૂ થયું છે આ બજેટ સેશન પહેલા સંસદમાં ઈકોનોમિક સર્વે રજૂ કરવામાં આવશે. આ ઈકોનોમિક સર્વે ખુબ જ મહત્વનો છે. જેનાથી દેશની આર્થિક તાકાત વિશે જાણી શકાય છે. આ પહેલા સંસદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું સંબોધન શરુ કર્યું છે. રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે મૌની અમાસ દિવસે જે શ્રદ્ધાળુઓના મોત થયા છે. તેમના પરિવાર પ્રતિ પોતાની સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આજે દલિત-વંચિતો અને આદિવાસી સમુદાયોને લાભો મળી રહ્યા છે જેમની આઝાદી પછી ઉપેક્ષા કરવામાં આવી હતી. દેશભરમાં 770 થી વધુ એકલવ્ય મોડલ સ્કૂલમાંથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, આદિવાસી બહુમતીવાળા વિસ્તારોમાં 30 નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવી છે, સિકલ સેલ સંબંધિત મુદ્દાઓ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ 13 ભારતીય ભાષાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ‘દેશમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. માતૃભાષામાં શિક્ષણ વધ્યું છે. આજે ભારત ટેક્નોલોજીના ક્ષેત્રમાં દુનિયાને માર્ગ બતાવી રહ્યો છે. અમે સ્પેસ ડોકિંગના ક્ષેત્રમાં પણ સફળતા હાંસલ કરી છે.
આવાસ યોજના, સ્વામિત્વ કાર્ડ, પીએમ કિસાન, આયુષ્માન ભારત, મુદ્રા યોજના, પીએમ વિદ્યા લક્ષ્મી યોજના, ઈ-ગ્રામ સ્વરાજ યોજના, વંદે ભારત, વન નેશન વન ઈલેક્શન, વિકસિત ભારત, પીએમ ઉજ્વલા યોજના, લખપતિ દીદી, સૌભાગ્ય યોજના, રેરા, ઉડાન, 8મું પગાર પંચ, યુપીએસ સહિતની સ્કીમની સફળતા અંગે માહિતી આપી. ડિજિટલ ક્ષેત્રે ભારતનો વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગ્રોથનો ઉલ્લેખ કર્યો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x