સાપુતારામાં બસ ખીણમાં ખાબકતાં 5 શ્રદ્ધાળુઑના મોત
મધ્યપ્રદેશના ગુનાથી રવાના થયેલી અને ચારધામ યાત્રાએથી પાછા આવતા 50 શ્રદ્ધાળુઓ ભરેલી એક ખાનગી બસને ડાંગ જિલ્લાના સાપુતારામાં માલેગાંવ ઘાટ નજીક અકસ્માત નડતાં 5 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યાંના અહેવાલ મળ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ છે. મળતી માહિતી અનુસાર, આ બસમાં કુલ 50 જેટલાં શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા, તે દરમિયાન માલેગાંવ ઘાટ નજીક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાના સમાચાર મળ્યા છે. સાપુતારામાં પર્વતીય વિસ્તાર હોવાથી અનેક ભયાનક વળાંક પણ છે. જેના કારણે અનેકવાર અકસ્માત સર્જાવાના અહેવાલ પણ આવતા રહે છે.