RBIએ વ્યાજદર ઘટાડી લોનધારકોને આપી મોટી રાહત
આરબીઆઈ દ્વારા વ્યાજદર ઘટાડી લોનધારકોને મોટી રાહત આપવામાં આવી છે. આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસીની જાહેરાત કરતા કહ્યું કે, વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવે છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ ધિરાણનીતિની ઘોષણા કરતા રહ્યું કે, રેપો રેટ વ્યાજદર 6.50 ટકાથી 0.25 ટકાથી ઘટીને 6.26 ટકા કર્યા છે. આરબીઆઈ મોનેટરી પોલિસી કમિટીના તમામ સભ્યોની સર્વસંમતિથી રેપો રેટ ઘટાડવાનો નિર્ણય લેવાયો છે.