પાટીદાર અનામત આંદોલન સમયે કરાયેલા રાજદ્રોહ સહિતના કેસો રાજ્ય સરકારે ખેંચ્યા પરત
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમયે દાખલ થયેલા રાજદ્રોહ સહિતના કેસોમાંથી હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરીયા, ચિરાગ પટેલને રાજ્ય સરકારે મુક્તિ આપી હોવાનો દિનેશ બાંભણિયાએ દાવો કર્યો છે. ભાજપના ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિતના ચાર પાટીદાર નેતાઓ પર ગુજરાતની ભાજપ સરકાર મહેરબાન થઇ હોય તેવું લાગી રહ્યું છે. આનંદીબેન પટેલ સરકારે લગાવેલા કેસ ભૂપેન્દ્ર પટેલ સરકારે પરત ખેંચ્યા છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની પણ સોશલ મીડિયામાં પોસ્ટ કરી સમાજ તરફથી ગુજરાતની ભાજપ સરકારનો આભાર માન્યો હતો. PM મોદી, ગૃહમંત્રી અમિત શાહનો પણ સોશલ મીડિયામાં આભાર માન્યો હતો.