આહીર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા 24મો તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ તથા લોકડાયરો શનિવારે યોજાશે
ગાંધીનગર : પ્રમુખ-મંત્રી કે કોઇપણ હોદ્દેદારો વગરની ર૬ વર્ષથી કાર્યરત સંસ્થા, આહીર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા ગાંધીનગર આહીર સમાજનો ર૪ મો વાર્ષિક તેજસ્વી તારલાઓનો સરસ્વતિ સન્માન સમારોહ તા.૮/૨/૨૦૨૫, શનિવારના રોજ બપોરે ૩.૦૦ કલાકે, ટાઉન હોલ, સેકટર-૧૭, ગાંધીનગર ખાતે યોજાનાર છે.
આ સમારોહમાં ગાંધીનગરમાં વસતાં ધોરણ ૧ થી ૧ર તથા કોલેજ/યુનિવર્સિટી લેવલે વિવિધ ડીગ્રી ડીપ્લોમા પ્રાપ્ત કરેલા આહીર સમાજના ૪૨ તેજસ્વી તારલાઓનું શિલ્ડ-પારિતોષિક આપીને સમાજના મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે. સમારોહમાં ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યકમ પણ રજુ કરવામાં આવશે.
સમારોહ પૂર્ણ થયા બાદ સાંજે ભોજન સમારંભનું આયોજન પણ કરવામાં આવેલ છે. કાર્યક્રમ પૂર્ણ થયેથી રાત્રે ૮.૩૦ વાગ્યે લોક ગાયક શ્રી ભાવેશભાઇ આહીર તથા લોક સાહિત્યકાર શ્રી અનુભા ગઢવી દ્વારા લોકડાયરો રજુ કરવામાં આવશે.
ગાંધીનગરમાં વસતાં આહીર સમાજના સર્વે પરિવારોને સમારોહમાં પધારવા સંસ્થાએ અપીલ કરી છે. સમારોહને સફળ બનાવવા માટે ટીમ લીડર શ્રી ભરતભાઇ ઝાલા તથા શ્રી જેન્તીભાઇ આંબલિયા, શ્રી પરબતભાઇ ધુવા, શ્રી પરબતભાઈ પોસ્તરીયા, શ્રી ભાવેશભાઇ કલસરીયા, ડો.ધર્મેશ નકુમ જહેમત ઉઠાવી રહ્યા છે.