દિલ્હી વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ
દિલ્હી વિધાનસભાની યોજાયેલી ચૂંટણી આજે પરિણામ આવી રહી છે. 5 મી ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું. જે બાદ તમામ બેઠકો પર આજે પરિણામ આવી રહ્યા છે. મતગણતરી કેન્દ્રોની બહાર ત્રિ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે 11 જિલ્લાના કુલ 19 કેન્દ્રો પર ગણતરી થશે. દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ અનુસાર કુલ 60.54 ટકા મતદાન થયું હતું. મતદાન બાદ મોટા ભાગના એક્ઝિટ પોલ અનુસાર, રાજધાની દિલ્હીમાં ભાજપ 27 વર્ષ બાદ સરકારમાં વાપસી કરી શકે છે. જોકે આમ આદમી પાર્ટીના કેજરીવાલે તમામ એક્ઝિટ પોલ નકારતાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. હવે આજે જોવાનું રહ્યું દિલ્હીમાં કોનું રાજ સ્થપાય છે. સરકાર બનાવવા માટે 36 બેઠક પર જીત જરૂરી છે. આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત દિલ્હીમા સરકાર બનાવવાનો દાવો કરે છે જ્યારે એક્ઝિટ પોલમાં ભાજપની જીતની ભવિષ્યવાણી કરવામાં આવી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ આજે જાહેર થવાના છે. આ વખતે અરવિંદ કેજરીવાલની આપ પાર્ટી અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર છે. 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. આજે 8 વાગે મત ગણતરી શરૂ થઇ છે. દિલ્હીમાં કઈ પાર્ટીની સરકાર બનશે, તે આજે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે.