રતન ટાટા દ્વારા સ્થાપિત ટ્રસ્ટોમાં થશે મોટો ફેરફાર
ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન બાદૃ હવે તેમના દ્વારા સ્થાપિત ટ્રસ્ટોમાં મોટો ફેરફાર થવા જઈ રહૃાો છે. રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન અને રતન ટાટા એન્ડોમેન્ટ ટ્રસ્ટ જેને ટાટા કંપનીઓમાં હિસ્સેદૃારી વારસામાં મળી છે, તેનું પુનર્ગઠન થશે.રતન ટાટાના સાવકા ભાઈ-બહેન – શીરીન જેજીભોય, ડિયાન જેજીભોય અને નોયલ ટાટા – આ ટ્રસ્ટના નવા ટ્રસ્ટી બનશે. આ બંને ટ્રસ્ટ રતન ટાટાના નાણાકીય સંરક્ષક છે.
આ બદૃલાવથી સ્પષ્ટ થઈ ગયું છે કે ટાટા ગ્રુપની ભવિષ્યની નીતિઓમાં ટાટા પરિવારની ભૂમિકા યથાવત રહેશે, જ્યારે ટ્રસ્ટના માધ્યમથી સામાજિક કલ્યાણની ગતિવિધિઓને વધુ મજબૂતી મળશે. રતન ટાટાની પાસે ટાટા સન્સમાં ૦.૮૩% ભાગીદૃારી (હિસ્સેદૃારી) હતી, જે ગ્રુપની હોલ્ડિંગ કંપની છે. આ ઉપરાંત ટાટા ડિજિટલ, ટાટા મોટર્સ અને ટાટા ટેકનોલોજીમાં પણ તેમની ભાગીદૃારી (હિસ્સેદૃારી) હતી, જેને હવે ઇ્ઈહ્લને સ્થાનાંતરિત કરવામાં આવશે. તેમણે ઘણા સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કર્યું હતું, જેમાંથી કેટલાકને વેચીને ઇ્ઈ્ને નાણાં આપવામાં આવશે, જ્યારે કેટલાકને સીધા ટ્રસ્ટને હસ્તાંતરિત કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ અનુસાર, તેમની કુલ સંપત્તિ ૧૦,૦૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ આંકવામાં આવી રહી છે. રતન ટાટાની વસીયતને શીરીન જેજીભોય, ડિયાન જેજીભોય, દૃારિયસ ખમ્બાટા અને ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી મહેલી મિસ્ત્રી દ્વારા અમલમાં મૂકવામાં આવશે. મિસ્ત્રીને છોડીને બાકીના બધા કોઈને કોઈ રીતે ઇ્ઈહ્લ અને ઇ્ઈ્ના બોર્ડનો ભાગ હશે.