બાગાયતી યોજનાઓ હેઠળ પૂર્વ-મંજૂરી ધરાવતા ખેડુતોએ ખરીદી અંગેના બિલો 15 ફેબ્રુઆરી સુધીમાં કચેરી ખાતે રજૂ કરવા
ગાંધીનગર જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતોને જણાવવાનું કે, વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતા દ્વારા અમલી વિવિધ યોજનાઓ જેવીકે હાઇબ્રીડ બિયારણ, છુટ્ટા ફૂલો, વિવિધ ફળ પાક વાવેતર જેવા કે જામફળ, આંબા, લીંબુ, પપૈયા, વિગેરે, અને ટ્રેલીઝ મંડપ (કાચા મંડપ, અર્ધપાકા અને પાકા મંડપ), બાગાયત યાંત્રીકરણ, પ્લાસ્ટીક આવરણ (મલ્ચિંગ), પ્લાસ્ટીક કેરેટ, તાડપત્રી, વજનકાંટા વિગેરે જેવા ઘટકોમાં માં આઈ-ખેડુત પોર્ટલ પર કરેલ ઓનલાઈન અરજી હેઠળ પૂર્વ-મંજૂરી ધરાવતા અને હાલમાં વાવેતર કરેલ હોઇ અને ઉકત બિલો જમા કરાવવાના બાકી હોઇ તેવા ખેડુતોએ સાધનિક કાગળો/ ખરીદી અંગેના બિલો તા.૧૫/૦૨/૨૦૨૪ સુધીમાં કચેરી માં જમા કરવા જણાવવામાં આવે છે. વધુમાં સમયમર્યાદા બહાર રજુ થયેલ સાધનિક કાગળો ધ્યાને લેવા માં આવશે નહિ. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી,સહયોગ સંકુલ,પાંચમો માળ, સી-બ્લોક,પથિકાશ્રમની બાજુમાં, સેક્ટર-૧૧, ગાંધીનગર – ૩૮૨૦૧૧ ખાતે રૂબરૂ અથવા ફોન નં –૦૭૯-૨૩૨૫૭૭૬૦ અને e-mail : ddhgandhinagar@gmail.com પર સંપર્ક કરી શકો છો.