સાદરા પ્રાથમિક શાળામાં યોજાયો આનંદ મેળો
ગાંધીનગર જિલ્લાના સાદરા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8ના વિધ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સુંદર બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના મેળાનું શાળાના શિક્ષક દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આનંદ મેળામાં સાદરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વિવિધ ખાણીપીણીના જુદા જુદા સ્ટોલ લગાવી સ્કૂલના પ્રાંગણમાં વિદ્યાર્થીઓએ વેપાર માંડ્યો હતો.
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા સ્ટોલ લગાવી ગ્રાહકોને કઈ રીતે આકર્ષિત કરવા અને વેપાર ધંધા કઈ રીતે પાર પાડવા તેમજ નફા નુકસાન સહિત વેપારને સંપૂર્ણ રીતે સફળ બનાવવા પોતે લગાવેલ સ્ટોલથી વેપારનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. બાળકોએ પોતાની જાતે બનાવેલ વાનગીઓ લાવ્યા હતા. આનંદ મેળા નો લાભ વાલીઓ વિદ્યાર્થીઓ સહિત મિત્રોએ લેતા અસંખ્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓમાં આંતરિક શક્તિ ખીલવવા તેમજ નફા નુકસાનનું જ્ઞાન મળે અને વિદ્યાર્થીઓનું પોતાનું આત્મબળ મજબુત થાય તે હેતુસર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસએમસીના સભ્યો, હાઇસ્કૂલના બાળકો, સ્ટાફ ,ગામમાંથી પધારેલ મહેમાનો, વાલીશ્રીઓએ બાળકો પાસેથી સ્ટોલમાંથી વાનગીઓ ખરીદી અને આરોગી હતી. બાળકોને આ સ્ટોલ થકી નફો થયો હતો. તમામ બાળકોમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો હતો.