મહાકુંભમાં જતાં શ્રદ્ધાળુઑનો સર્જાયો અકસ્માત, 10ના મોત
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાઇ રહ્યો છે, જેમાં સ્નાન કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. મહાકુંભમાં એટલી ભીડ છે કે, તંત્રને વ્યવસ્થા કરવી મુશ્કેલ બની ગઈ છે. છત્તીસગઢના કોરબાથી શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરવા મહાકુંભ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન પ્રયાગરાજ મિરઝાપુર હાઈવે પર એક પૂરપાટ જતી બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કર થઇ હતી. ભીષણ ટક્કરમાં 10 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યાં છે જ્યારે અન્ય 19 લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે. સ્થાનિકોએ ઘટના બાદ ત્વરિત લોકોને બચાવવા પ્રયાસ હાથ ધર્યા હતા અને પોલીસને જાણ કરી હતી. મૃતકોના શબ કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ઘટનાનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.