અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી અમૃતસર
અમરીકામાં ગેરકાયદેસર રહેતા 112 ભારતીયોને લઈ એરફોર્સનું ત્રીજું એક વિમાન RCH869 અમેરિકાથી અમૃતસર એરપોર્ટ આવી પહોંચ્યું છે. ગેરકાયદેસર ઇમિગ્રેશન સામેના કડક પગલાંના ભાગ રૂપે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા દેશનિકાલ કરાયેલા આવા ભારતીયોનો આ ત્રીજો સમૂહ છે. અમેરિકાથી ભારત પહોંચેલા 112 લોકોમાંથી 31 પંજાબના, 44 હરિયાણાના, 33 ગુજરાતના, બે ઉત્તર પ્રદેશના અને એક-એક હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના છે. હાલમાં એરપોર્ટ પર દસ્તાવેજો અને ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે. લગભગ 3 કલાક પછી બધાને બહાર લાવવામાં આવશે.