અમદાવાદમાં ભારતની વિજયના ફટાકડા ફોડતા યુવકો વચ્ચે પથ્થરમારો, 7ની અટકાયત
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની પાકિસ્તાન સામે જીતની ઉજવણી દરમિયાન અમદાવાદના અનુપમ ત્રણ રસ્તા પાસે પથ્થરમારો થયો હતો. રવિવારે રાત્રે ફટાકડા ફોડતા યુવાનોના બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. એક યુવાન પર ફટાકડાનો તણખો પડતાં બોલાચાલી શરૂ થઈ હતી, જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પથ્થરમારામાં એક યુવાન ઘાયલ થયો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ક્રોસ ફરિયાદ નોંધીને સાત લોકોની ધરપકડ કરી છે. 23 ફેબ્રુઆરીના રોજ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન સામે ભારતની વિજય બાદ અમદાવાદના અનુપમ ત્રણ રસ્તા નજીક પથ્થરમારાની ઘટના બની હતી. ત્યાર બાદ, વિજયની ખુશીમાં યુવકો દ્વારા રસ્તા પર ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન, એક યુવાન પર ફટાકડાનો તણખલો પડતા વાત કરી બોલાચાલી શરૂ થઈ હતી.