મહાશિવરાત્રી સ્પેશિયલ ટ્રેન: રાજકોટ-જૂનાગઢ વચ્ચે દોડશે
જૂનાગઢમાં યોજાનારા મહાશિવરાત્રી મેળા દરમિયાન યાત્રાળુઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ખાસ વ્યવસ્થા કરી છે. 25, 26 અને 28 ફેબ્રુઆરી, 2025ના રોજ જૂનાગઢ અને રાજકોટ વચ્ચે ખાસ મેળા સ્પેશિયલ ટ્રેન દોડશે.ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદે જણાવ્યું કે, રાજકોટથી જૂનાગઢ જવા માટે ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે 10.55 કલાકે ઉપડશે અને બપોરે 1.00 કલાકે જૂનાગઢ પહોંચશે. જૂનાગઢથી રાજકોટ આવવા માટે ટ્રેન બપોરે 1.40 કલાકે જૂનાગઢથી ઉપડશે અને સાંજે 5.05 કલાકે રાજકોટ પહોંચશે.આ ટ્રેનો ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર પણ થોભશે. આ બંને ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ રહેશે, એટલે કે તેમાં આરક્ષણ નહીં હોય.