પુષ્પક ફાઉન્ડેશન (પ્રિસ્કૂલ) પરિવારના બાળકો દ્વારા શિવજીનું મહાપૂજન
રાંદેસણના પુષ્પક ફાઉન્ડેશન (પ્રિસ્કૂલ-ડે કેર) દ્વારા મહાશિવરાત્રિના પાવન અવસરે શિવ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાનાં બાળકો અને વાલીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. શિવલિંગ પર દૂધ, જળ અને પુષ્પોનો અભિષેક કરવામાં આવ્યો હતો અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. પુષ્પક ફાઉન્ડેશન દ્વારા બાળકોને આપણી સંસ્કૃતિ અને ધર્મનું જ્ઞાન મળી રહે તે હેતુથી આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ સંસ્થા સતત બાળકોમાં આધ્યાત્મ અને પર્યાવરણની જાગૃતિ વધારવા માટે કાર્યરત છે. સંસ્થા દ્વારા જાહેર જનતાને આવા કાર્યક્રમોમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવે છે.