આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં આતંકી હુમલો: મદરસામાં સુસાઇડ બોમ્બિંગ, પાંચના મોત

પાકિસ્તાનમાં ચાલી રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના નૌશેરા જિલ્લામાં એક મદરસામાં શુક્રવારની નમાઝ દરમિયાન સુસાઇડ બોમ્બિંગ થયું હતું. આ હુમલામાં મૌલાના હમીદુલ હક હક્કાની સહિત પાંચ લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાએ પાકિસ્તાનમાં ખેલાડીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. વિસ્ફોટ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અક્કોરા ખટ્ટક જિલ્લામાં થયો હતો અને અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. મૃતકો અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. જામિયા હક્કાનીયા અફઘાન તાલિબાન સાથેના સંબંધો માટે જાણીતું છે અને આ મદરસામાં લગભગ 4,000 વિદ્યાર્થીઓ રહે છે. આ હુમલો રમઝાન મહિના પહેલા થયો છે, જે શનિવાર અથવા રવિવારે શરૂ થવાની ધારણા છે. આ ઘટનાએ પાકિસ્તાનમાં મદરેસાઓની સુરક્ષા અંગે સવાલો ઉભા કર્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x