7 કરોડ PF ધારકો માટે મોટા સમાચાર
નોકરિયાત વર્ગ માટે સારા સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકાનો વ્યાજ દર યથાવત રાખ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા પછી પણ EPFOએ વ્યાજ દર જૂના સ્તરે જાળવી રાખ્યો છે.
નિષ્ણાંતોની ધારણા ખોટી પડી
રેપો રેટમાં ઘટાડા બાદ નિષ્ણાંતોને આશા હતી કે સરકાર પીએફ વ્યાજ દરમાં થોડો ઘટાડો કરી શકે છે. એવી પણ આશા હતી કે વ્યાજ દર 8 ટકાથી ઉપર જાળવી શકાય. પરંતુ EPFOએ તમામ અટકળો પર પૂર્ણ વિરામ મુકતા વ્યાજદરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
EPFOનો વ્યાજ દરનો ઇતિહાસ
- ફેબ્રુઆરી 2024માં EPFOએ EPF પર વ્યાજ દર 2022-23માં 8.15 ટકાથી વધારીને 2023-24 માટે 8.25 ટકા કર્યો હતો.
- માર્ચ 2022માં EPFOએ 7 કરોડથી વધુ PF ધારકો માટે નાણાકીય વર્ષ 2021-22 માટે EPF પર વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કર્યો હતો, જે ચાર દાયકાના સૌથી નીચા સ્તરે હતો.
- અગાઉ તે 2020-21માં 8.5 ટકા હતો.
- વર્ષ 2020-21 માટે EPF પર વ્યાજ દર 8.10 ટકા હતો. આ 1977-78 પછીનો સૌથી નીચો દર છે, જ્યારે EPF વ્યાજ દર 8 ટકા હતો.
EPFOના નિર્ણયથી કર્મચારીઓને ફાયદો
EPFOના આ નિર્ણયથી દેશભરના લાખો કર્મચારીઓને ફાયદો થશે. તેઓને તેમની બચત પર સારું વળતર મળતું રહેશે.