ગુજરાત

રાજ્ય દિવ્યાંગ પારિતોષિક અન્વયે અરજી તારીખ લંબાવવા બાબત

રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા વર્ષ: ૨૦૨૪ અન્વયે અંધ, અપંગ, બહેરા-મૂંગા, મંદબુધ્ધિ તેમજ રક્તપિત્ત જેવા દિવ્યાંગ કર્મચારીઓ અને સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓને કામે રાખતા નોકરીદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે પારિતોષિક યોજના સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. દિવ્યાંગતા ૪૦% (ખોડખાપણ ધરાવતા) કે તેથી વધુ તેવુ છેલ્લા ત્રણ માસનું સિવિલ સર્જનનું ડોક્ટરી પ્રમાણપત્ર, ખોડ દેખાય તેવો એક પોસ્ટકાર્ડ સાઈઝ ફોટો, પોલીસ વેરીફીકેશન તેમજ અન્ય જરૂરી પ્રમાણપત્રો સાથે તા.૧૭/૦૩/૨૦૨૫ સુધીમાં અરજીની ૨ કોપી સાથે જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગાંધીનગર પહેલો માળ, ‘સી’ વિંગ, સહયોગ સંકુલ, સેક્ટર-૧૧, ગાંધીનગરનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. અરજી માટેનો નમૂનો ખાતાની વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in પરથી પણ મેળવી શકો છો તેમજ રોજગાર કચેરી ખાતેથી પણ મેળવી શકશો.તેમ જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગરની એક યાદીમાં જણાવાયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x