ગાંધીનગર જિલ્લા માટે કલેકટરના હસ્તે 9047.32 કરોડના ક્રેડિટ પ્લાનનું વિમોચન
ગાંધીનગર જિલ્લા માટે 2025-26 ના વર્ષ માટેની સંભાવિત લિંક્ગ ક્રેડિટ પ્લાનનું આજે કલેક્ટરશ્રી મેહુલ કે. દવેના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે નાબાર્ડ ડી.ડી.એમ, લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર, બઁક ઓફ ઈન્ડિયા ના ડેપ્યુટી ઝોનલ મેનેજર, સ્ટેટ બઁક ઓફ ઈન્ડિયા,યુનિયન બઁક ઓફ ઈન્ડિયા, કેનેરા બઁક, બીજીજીબી, જીએસસીબી, એડીસી, પશુપાલન વિભાગ વિગેરેના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્લાનમાં રૂ 9047.32 કરોડનું ગાંધીનગર જિલ્લા માટેનું આંકલન પ્રાયોરિટી સેક્ટર માટે નાબાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ આંકલનના આધારે જિલ્લાની વિવિધ બૅન્કો પોતાની બઁકનો પ્રાયોરિટી સેક્ટરનો સંભવિત પ્લાન બનાવશે અને અમલ માં મુકશે. આ પ્લાન દ્વારા જિલ્લાના પ્રાયોરિટી સેક્ટરના વિવિધ ધિરાણને પ્રોત્સાહન મળશે જેનો લાભ સમાજના વિવિધ વર્ગોને મળશે.