ગુજરાતરાષ્ટ્રીય

સુરત: PM મોદીના હસ્તે 2 લાખ લાભાર્થીઓને અન્ન સહાયનું વિતરણ કરાશે

સુરત ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે તૈયાર છે. તા. 7મીએ PM મોદી સુરતના લિંબાયત ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગાસ્વરૂપા, વૃદ્ધ, દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થી પરિવારોના અંદાજે બે લાખ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજના લાભોનું વિતરણ કરશે. આ સમારોહમાં ભાગ લેવા માટે સુરત આવી રહેલા વડાપ્રધાનને આવકારવા માટે સુરતીઓ આતુર છે.

વડાપ્રધાન જ્યારે પણ સુરતના મહેમાન બને છે ત્યારે સુરત મોદીમય બને છે. ખાસ કરીને ગરીબ કલ્યાણ અન્ન યોજનાના બે લાખ ગંગાસ્વરૂપા મહિલાઓ, વૃદ્ધજનો, દિવ્યાંગજનોને વડાપ્રધાનની ઉપસ્થિતિમાં લાભ મળશે એ જાણીને અતિ ઉત્સાહિત છે, તેઓ માટે આ યાદગાર ક્ષણ બનવાની છે.

વડાપ્રધાનને આવકારવા સજ્જ સુરતમાં ઉત્સવભર્યો માહોલ સર્જાયો છે. સુરતના લહેરીલાલાઓ વિવિધતા સાથે વિવિધ ઉત્સવની ઉજવણીમાં માહેર છે. અન્ન લાભ વિતરણના ઉત્સવમાં હજારો લોકો સહભાગી થશે. સુરતમાં વિવિધ રાજ્યોમાંથી આવીને વસેલા અન્ય રાજ્યોના નાગરિકો કાર્યક્રમ સ્થળે વિવિધતામાં એકતાના દર્શન કરાવશે.

સુરતના અડાજણમાં રહેતા 74 વર્ષીય મનહરભાઈ જિતેન્દ્રભાઈ ગાંધી તેમના ધર્મપત્ની નયનાબેન આ કાર્યક્રમમાં સજોડે ઉપસ્થિત રહેશે, જેની ખુશી વ્યક્ત કરતા તેઓ કહે છે કે, વડાપ્રધાનની ઉપસ્થિતિમાં મને ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ મળશે. મને અને મારા ધર્મપત્ની નયના ગાંધીને વૃદ્ધ પેન્શનનો પણ લાભ મળી રહ્યો છે. સરકારની વિવિધ યોજનાઓ અમારા જેવા વયોવૃદ્ધજનો માટે આશીર્વાદસમાન બની છે. એમ જણાવી સુરતમાં વડાપ્રધાનને ઉમળકાભેર આવકારીશું એમ તેઓ જણાવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x