સાદરા શાળામાં ધોરણ 8નો વિદાય સમારંભ યોજાયો
સાદરા પ્રાથમિક શાળામાં આજે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં સાદરા ગામના સરપંચ શ્રી મહેશભાઈ રાવલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી આશાબેન ચૌહાણ, અચીવ એજ્યુકેશનના શ્રી અજય સર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી રંજન બેને સ્વાગત પ્રવચન કર્યું હતું અને મહેમાનોનું ફૂલછડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને ધોરણ 8ના વિદ્યાર્થીઓએ તેમના અનુભવો વર્ણવ્યા હતા, જેમાં તેમની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. સ્વ. ઈબ્રાહીમભાઈ કડિયા તરફથી શાળાને બે પંખાનું દાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને પાવભાજી અને છાશનું ભોજન પીરસવામાં આવ્યું હતું. શિક્ષિકા નીલમબેને વિશ્વ મહિલા દિવસ પર પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક ધર્મેન્દ્રભાઈ રાવલે કર્યું હતું.