શારદાબેન ભગુભાઈ મંગળદાસ પટેલ નર્સિંગ એન્ડ પેરામેડિકલ કોલેજ, કડી ખાતે વિદ્યાર્થીઓ માટે શપથગ્રહણ સમારોહ યોજાયો
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ – કડી ગાંધીનગર સંચાલિત કડી સર્વ વિશ્વ વિધાલય સંલગ્ન શારદાબેન ભગુભાઈ મંગળદાસ પટેલ નર્સિંગ એન્ડ પેરામેડિકલ કોલેજ, કડી ખાતે વિદ્યાર્થીઓ માટે શપથગ્રહણ સમારોહનુ આયોજન તા.12/3/2025 ના રોજ કરવામાં આવ્યું હતું.
આ શપથગ્રહણ સમારોહનું ઉદઘાટન ગણેશ વંદના અને દીપપ્રાગટયથી સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન અને કડી સર્વ વિશ્વ વિદ્યાલયના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ પટેલ સરની અધ્યક્ષતામાં, શપથ ગ્રહણ સમારોહના ઉદ્ધાટક તરીકે શ્રી ભગુભાઈ મંગળદાસ પટેલ તથા શારદાબેન પટેલ દાતાશ્રી શારદાબેન ભગુભાઈ મંગળદાસ પટેલ નર્સિંગ એન્ડ પેરામેડિકલ કોલેજ, ડો.મણીભાઈ પટેલ. ડો રમણભાઈ પટેલ,શ્રી શંકરલાલ પટેલ, કલાબેન પટેલ, હસુમતિબેન પટેલ, ભવકુંજ સ્કૂલના દાતાશ્રી પ્રવીણ ભાઈ પટેલ, નીતુબેન પટેલ, બીપીનભાઈ પટેલ, રૂપેશભાઈ પટેલ સંજયભાઈ પટેલ તથા મહેમાન તરીકે ડો.અલ્પેશભાઈ પ્રજાપતિ, ફાઉન્ડર એન્ડ ડાયરેક્ટર ઓફ રીધમ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, કડી કોલેજના પ્રિન્સિપાલ પ્રો.હિમાલી પ્રજાપતિના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં ભગિની સંસ્થા સી.એમ.પટેલ કોલેજ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ પ્રો. ડો રાજેશ રાવલ વા. પ્રિન્સિપાલ પ્રો.ભાવીષા પટેલ તથા સી.એમ. પટેલ નર્સિંગના અધ્યાપકોશ્રીઓ, વિધાર્થીઓ,અને ભાગ્યોદય હોસ્પિટલ તથા રીધમ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા.પ્રિન્સિપાલ પ્રો.હિમાલી પ્રજાપતિ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. અને બી એસ સી નર્સિંગની પ્રથમ બેચ, જી એન એમ નર્સિંગની પ્રથમ બેચ તથા એ એન એમ નર્સિંગ પ્રથમ બેચના વિધાર્થીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. શ્રી ભગુભાઈ પટેલે શપથ ગ્રહણ કરનાર વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવીને જણાવ્યું હતું કે No study without Kadi એ શ્લોગન મને યથાર્થ થયેલું જેવા મળે છે આ નર્સિંગ કોલેજના દાતાશ્રી હોવાનું હું ગૌરવ અનુભવુ છું. ડો.મણીભાઈ પટેલે પણ વિધાર્થીઓને શુભેછાઓ પાઠવી હતી. પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ પટેલે પ્રેરક ઉદ્ બોધન સાથે આર્શીવચન આપ્યા અને કયું હતું કે નર્સિંગ વ્યવસાય એ એક પવિત્ર સેવાનો વ્યવસાય છે. સેવા સાથે પોતાનું જીવન સમર્પણ કરવું એ નર્સનો મુખ્ય રોલ છે.
અને તેની સાથે દાતાશ્રી ભગુભાઈ પટેલે ૩કરોડ ૫૦ લાખનું દાન આ કોલેજ માટે આપ્યું તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. કોલેજેમાં રમત ગમત ક્ષેત્રે પ્રથમ ,દ્વિતીય ક્રમે આવનાર વિધાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યુ હતું. આ શપથ ગ્રહણ સમારોહનું સંચાલન કોલેજના આસી.પ્રો. પ્રિયંકા ઓડ તથા નર્સિંગ ટ્યુટર કોમલસિંગ દ્વારા કરવામાં આવ્યુ હતું . કાર્યક્રમની આભારવિધિ કોલેજના નર્સિંગ ટ્યુટર જાનકી દેસાઈ દ્વારા કરવામાં આવી હતી . આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના તમામ સ્ટાફ સભ્યો તથા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.