ભરૂચમાં એક વ્યક્તિએ ઝેર પીને કરી આત્મહત્યા, પોલીસ પર ગંભીર આરોપ
ભરૂચમાં એક વ્યક્તિએ ઝેર પીને આત્મહત્યા કરી છે. 45 વર્ષીય કીર્તન નામના વ્યક્તિએ આ પગલું ભર્યું હતું. પોલીસને મૃતકની પાસેથી એક સુસાઈડ નોટ મળી છે, જેમાં તેણે નબીપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને બે પોલીસકર્મીઓના નામ લખ્યા છે. કીર્તન અગાઉ દારૂના કેસમાં પકડાયો હતો, ત્યારે પોલીસે તેની ગાડી જપ્ત કરી હતી. સુસાઈડ નોટમાં કીર્તને લખ્યું છે કે પોલીસ તેને ગાડી પરત નથી આપી રહી અને તેના પરિવારને પરેશાન કરી રહી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.